એપ્રિલ, 2016 પહેલાંના હોમ લોનધારકોની લોન સસ્તી થવાની શક્યતા

0

  જૂની હોમ લોનધારકોની લોન સસ્તી થવાનાં એંધાણ છે, કેમ કે રિઝર્વ બેન્કે બેન્કોને પહેલી એપ્રિલ, 2016થી બેઝ રેટ અને MCLRને જોડવાનો નિર્દેશ આપ્યો છે, જેથી હવે વનીતિ વિષયક વ્યાજના સંકેતો વધુ સંવેદનશીલ બનશે.

   આરબીઆઇએ માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝ્ડ લેન્ડિંગ રેટ્સ ( MCLR) પદ્ધતિ દાખલ કરી હતી, જેનો અમલ પહેલી એપ્રિલ, 2016થી કરવા બેન્કોને નિર્દેશ આપ્યો છે. જેથી પહેલી એપ્રિલ, 2016 હોમ લોન લેનારાઓની લોનનો વ્યાજનો દર બેઝ રેટ આધારિત કે જેનો નિર્ણય બેન્કો દ્વારા કરવામાં આવતો હતો.વ્યાજદરો MCLR આધારિત નહોતા, જે નોટબંધી પછીના સમયમાં ઘટ્યા હતા.

   MCLR પદ્ધતિ દાખલ કરવામાં આવ્યા બાદ એ અપેક્ષિત હતું કે MCLRને બેઝ રેટ સાથે જોડવામાં આવશે. રિઝર્વ બેન્કે નાણાં નીતિના નિવેદનમાં આ મુદ્દો ઉજાગર કર્યો છે. આરબીઆઇની એમપીસીએ અપૂરતી મોનિટરી ટ્રાન્સમિશન- સંખ્યાબંધ લોન અકાઉન્ટ્સ હજી પણ બેઝ રેટ આધારિત હોવાથી ચિંતા વ્યક્ત કરી હતી.

Share :
Share :
source: દિવ્યભાસ્કર.

Leave A Reply

Share :