ઈન્ફ્રા.ના 349 પ્રોજેક્ટ્સનો ખર્ચ રૂ.2 લાખ કરોડ વધ્યો

0

   જમીન સંપાદનમાં વિલંબ, પર્યાવરણને લગતી મંજૂરી, ભંડોળની સમસ્યા સહિતના વિવિધ કારણોને લીધે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રના આશરે 349 જેટલાં પ્રોજેક્ટ્સનો ખર્ચ તેના મૂળ ખર્ચ કરતાં રૂ. 2 લાખ કરોડ વધી ગયો હોવાનું સરકારના એક અહેવાલમાં જણાવાયું છે. આ દરેક પ્રોજેક્ટની કિંમત રૂ. 150 કરોડ કરતાં વધુ છે.

   સ્ટેટેસ્ટિક્સ અને પ્રોગ્રામ ઈમ્પ્લિમેન્ટેશન મંત્રાલય પ્રોજેક્ટનો અમલીકરણ કરતી એજન્સીઓ દ્વારા ઉપલબ્ધ બનાવવામાં આવતી માહિતીને આધારે સમય અને ખર્ચના માપદંડને આધારેરૂ.150 કરોડ અને તેથી વધુના સેન્ટ્રલ સેક્ટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરે છે.

   કુલ 1,283 પ્રોજેક્ટ્સના અમલીકરણનો મૂળ ખર્ચ રૂ.15,58,352.33 કરોડ હતો, જે હવે વધીને રૂ. 17,59,443.87 કરોડ થવાનો અંદાજ છે, જે એકંદર ખર્ચમાં રૂ. 2,01,091.54 કરોડ( મૂળ ખર્ચ કરતાં 12.90 ટકાનો વધારો) સૂચવે છે તેમ સ્ટેસ્ટેસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લિમેન્ટેશન મંત્રાલયે એક અહેવાલમાં જણાવ્યું છે.

   અહેવાલ અનુસાર ઓક્ટોબર, 2017 સુધી આ પ્રોજેક્ટ્સ પર થયેલો ખર્ચ રૂ. 6,59,009.46 કરોડ હતો, જે અંદાજિત ખર્ચના 37.46 ટકા જેટલો થવા જાય છે.

   કુલ 1,283 પ્રોજેક્ટ્સ પૈકીના 12 પ્રોજેક્ટ્સ પૂર્ણ થઈ ગયા છે, જ્યારે 34 નવા પ્રોજેક્ટસની ચાલુ મહિના દરમિયાન શરૂઆત કરાઈ છે. આ પૈકીના 13 પ્રોજેક્ટ્સ તેના નિર્ધારિત સમય કરતાં આગળ ચાલી રહ્યાં છે, 317 સમય મુજબ ચાલી રહ્યાં છે, 302 પ્રોજેક્ટ્સમાં વિલંબ થયો છે, 349 પ્રોજેક્ટ્સમાં ખર્ચ વધી ગયો છે, અને 105 પ્રોજેક્ટ્સમાં ખર્ચ અને સમય બંને વધી ગયો છે તેમ અહેવાલમાં જણાવાયું છે. .

Share :
Share :
source: ઇકોનોમિક ટાઈમ્સ.

Leave A Reply

Share :