ઇન્ડસ્ટ્રીયલ ઝોન દહેજ-હજીરાને જોડવાથી બે જોડીયા ભાઇ થઇ જશે

0

   હજીરા અને દહેજ જેવા બે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોને જોડવાથી બંને જોડીયા ભાઇ થઇ જશે. ભરૃચ અને અંકલેશ્વર ટ્વિીન સિટિ તરીકે ડેવલોપ થયા છે તેવીજ રીતે આ બંને ઇન્ડસ્ટ્રીયલ ઝોન જોડાવાથી નવો બદલાવ આવશે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભરૃચ ખાતે જનસભાને સંભોધતા કહ્યુ હતું.

   વડાપ્રધાને ઉમેર્યુ હતુ કે ભાડભૂત બેરેજ બનવાથી નદીના કિનારે આવેલા ગામોમાં પાણીના તળ ઉપર આવશે તેમજ ભરૃચ જિલ્લાથી કેવડિયા સુધી નદીના બેલ્ટ વિસ્તારમાં જમીનને નવુ જીવન મળશે. તેમણે કહ્યુ હતુ કે બેરેજ પરના બ્રિજ દ્વારા દહેજથી સીધા હજીરા વાયા હાંસોટ રોડ માર્ગે જઇ શકાશે તેના કારણે અંતરમાં ૨૦ કિ.મી.નો ઘટાડો થશે.

Share :
Share :

About Author

Leave A Reply

Share :