ઇનડોર પાર્કિંગની જગ્યા ધરી દેવા માટે બિલ્ડરો પાસે રિવાઇઝ ઓફર મંગાવાશે

0

   ઘોડદોડ રોડ પર અંદાજે રૂ.૧૧૭ કરોડની બજાર કિંમત ધરાવતો પાલિકાનો પ્લોટ કોડીના ભાવે ડેવલપર્સને ધરી દેવા બંને ડેવલપર્સ પાસેથી રિવાઇઝ ઓફર મંગાવવાનો નિર્ણય લેવાયો છે. ૪૫ વર્ષ માટે પાલિકાની જગ્યા લીઝ પર લેવા બંને ડેવલપર્સે એકસરખો ભાવ ભર્યો છે. ટીએસસીની બેઠકમાં ભાંડુત અને મંદરોઇ ખાતે કચરાની સાઇડ માટે પર્યાવરણની એનઓસી સહિતની કામગીરી માટે કન્સલ્ટન્ટ નીમવાની દરખાસ્ત મુલતવી રાખવામાં આવી હતી.

   ઘોડદોડ રોડ પર ઇનડોર સ્ટેડિયમની સામે હાલમાં ર્પાિકંગ તરીકે વપરાતી ૪૭૦૦ ચોરસ મીટર જગ્યા પર મલ્ટિલેવલ ર્પાિકંગ અને કોર્મિશયલ કોમ્પ્લેકસ બનાવવા બે એજન્સી સિદ્ધિ કન્સ્ટ્રકશન અને રેલકોમ ઇન્ફ્રાએ એક સરખી સાડા પાંચ કરોડની ઓફર આપી હતી. ડીબીએફઓટી ધોરણે બહાર પાડેલા ટેન્ડરમાં કન્સલ્ટન્ટ દ્વારા ઓછામાં ઓછી સાડા સાત કરોડની ઓફર સૂચવવામાં આવી હતી. ટેન્ડરની શરતોમાં કેટલાક ફેરફારો કરાયા બાદ બે ડેવલપર્સ ઓફર આપવા માટે કવોલિફાય થયા હતા. આજે મળેલી ટેન્ડર સ્ક્રૂટિની કમિટીની બેઠકમાં બંને ડેવલપર્સ પાસે રિવાઇઝ ઓફર મંગાવવાનો નિર્ણય લેવાયો હતો.

   શહેરમાં સ્ટ્રીટ લાઇટ મેન્ટેનન્સના કામનું ટેન્ડર દફતરે કરવાનો નિર્ણય લેવાયા બાદ વિભાગીય વડા ખટવાણી ગેરહાજર હોવાથી હાલપૂરતંુ મુલતવી રાખવામાં આવ્યું છે. ટેન્ડરની શરતોમાં મનસ્વી ફેરફારોનો મુદ્દો ટીએસસીની બેઠકમાં ઉઠયો હતો. ત્રણ વર્ષ અગાઉ મંજૂર થયેલા ટેન્ડરની શરતો મુજબ દરેક ઇજારદારે હાઇડ્રોલિક પ્લેટફોર્મ ફરજિયાત વસાવવાનું હોવા છતાં ક્રિષ્ના એજન્સી સિવાય એક પણ ઇજારદારે હાઇડ્રોલિક પ્લેટફોર્મ વસાવ્યું નથી.

   સ્ટ્રીટ લાઇટ ખાતાના ભ્રષ્ટ ઇજનેરોએ ત્રણ વર્ષ સુધી તમામ એજન્સીઓને બિલનું ચુકવણું કર્યું છે એટલું જ નહીં ટેન્ડરની શરત આગળ ધરી ક્રિષ્ના એજન્સીને લાખોના ખર્ચે પ્લેટફોર્મ ખરીદવા ફરજ પાડવામાં આવી હતી. સ્ટ્રીટ લાઇટ મેન્ટેનન્સના નવા ટેન્ડરોમાં બે ઇજારદારો કવોલિફાય નહીં થતા નવેસરથી ટેન્ડર પ્રક્રિયા કરવા રાજકીય દબાણ ઊભું થયું છે.

Share :
Share :
source: સંદેશ, સુરત.

Leave A Reply

Share :