આખરે ભજિયાવાલાના ગેરકાયદે બાંધકામ પર હથોડા ઝીંકી દેવાયા

0

ahm-a3226558-large

   કરોડોની સંપતિને લઇને ઇડીના સકંજામાં આવેલા કિશોર ભજીયાવાલાના પરિવારની ગેરકાયદેસર રીતે તાણી દેવામાં આવેલી મિલકતને બચાવવા માટે મનપાના કેટલાક અધિકારીઓના ધમપછાડા કામ લાગ્યા અને ‘ડીબી સ્ટાર’ના અહેવાલ બાદ સોંપાયેલી તપાસમાં બિલ્ડિંગ ગેરકાયદેસર જણાતા તેને તોડી પાડવાની ફરજ પડી છે.

   ભજિયાની લારીમાંથી કરોડોપતિ બનેલા કિશોર ભજીયાવાલા દ્વારા ઉધના રોડ નં.10 પ્લોટ નં.એ/27/11વાળી જમીન પર ગેરકાયદેસર રીતે મિલકત તાણી દેવામાં આવી હતી. મિલકતનું બાંધકામ ચાલતુ હતંુ ત્યારે સ્થાનિકોએ વાંધો લીધો હતો. ફરિયાદ થતા પાલિકાના અધિકારીઓ તપાસ કરતા બિલ્ડિંગનું બે માળનું બાંધકામ ગેરકાયદે કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી કાર્યપાલક ઇજનેરે નોટિસ પાઠવી સાત દિવસમાં બાંધકામ તોડી નાખવા માટેનો આદેશ કર્યો હતો. અને સમય દરમિયાન જો બાંધકામ દુર કરવામાં આવે તો મનપા બાંધાકામ તોડી પાડશે અને જેનો ખર્ચ પણ આપવો પડશે.

   નોટિસ મળ્યા બાદ પણ ઇજનેર ચાવડાએ અગમ્ય કારણોસર બાંધકામ તોડવાની તસ્દી લીધી હતી. અંગે સ્થાનિક લોકોની ફરિયાદને ધ્યાને લઇને મહિલા કોર્પોરેટર કપીલા પટેલ રજુઆત કરવા માટે ગયા તો ઇજનેર ચાવડાએ તેમને સાંભળવાને બદલે તેમની સામે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હોવાની ફરિયાદ ઉઠી હતી.

   ભજીયાવાલાની ગેરકાયદે બાંધી દેવામાં આ‌વેલી બિલ્ડિંગ બચાવવા માટે ડેપ્યુટી ઇજનેર એમ.ડી.ચાવડા મેદાનમાં હોવાનો ‘ડીબી સ્ટાર’માં અહેવાલ રજુ થતા તેની તપાસ સોંપવામાં આવી હતી. તપાસમાં ભજીયાવાલાએ ગેરકાયદેસર રીતે પરવાનગી વગર બે માળ તાણી દીધા હોવાનું માલુમ પડતા માળ તોડી પાડવા માટે ઝોનલે આદેશ કરી દીધો હતો.ઉધના રોડ નં. 10 પર આવેલી બિલ્ડિંગ બચાવવા માટે ઉધના ઝોનના ઇજનેર મહિલા કોર્પોરેટર સાથે બાખડી પણ પડ્યા હતા

Share :
Share :
source: દિવ્યભાસ્કર, સુરત.

Leave A Reply

Share :