અડાજણ-વેડ રોડને જોડનારો શહેરનો સૌથી મોટો બ્રિજ સપ્ટેમ્બરથી શરૂ થશે

0

ahm-a3226519-small

   વેડરોડ અને અડાજણ જિલાની કોમ્પલેક્ષ વચ્ચે બનાવવામાં આવેલા જિલાની બ્રિજ શહેરમાં તાપી નદીના પટમાં સૌથી લાંબો બ્રિજ બનીને રહેવાનો છે. કારણ કે અત્યાર સુધી બનાવવામાં આવેલા તાપી નદીના બ્રિજમાં સૌથી વધુ નદીના પટમાં બનાવવામાં આવેલો બ્રિજ ડભોલી જહાંગીરપુરાનો બ્રિજ હતો.તેના બદલે હવે જિલાની કોમ્પલેક્ષવાળો બ્રિજ 1095 મીટરની લંબાઇ ધરાવતો બ્રિજ બનીને લોકાર્પણ માટે તૈયાર છે. બ્રિજની કુલ લંબાઇ 2999 મીટર હોવાના કારણે શહેરનો સૌથી લાંબો બ્રિજ બનવાનો છે.

   જિલાની કોમ્પલેક્ષ પાસે બ્રિજ બનાવવાને કારણે હોડી બંગલાથી ચોક બજાર થઇને અડાજણ થતા લોકો માટે બ્રિજ આશીર્વાદ સમાન બની રહેવાનો છે. બ્રિજનુ લોકાર્પણ પહેલા 15 ઓગસ્ટની આસપાસ થવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી હતી. પરંતુ જીએસટી અને ત્યાર બાદ કોન્ટ્રાકટરોની હડતાળને કારણે 5મી સપ્ટેમ્બરની આસપાસ બ્રિજનુ લોકાર્પણ કરવામાં આવે તેવી શકયતાઓ સેવાઇ રહી છે.

અત્યાર સુધી બનેલા બ્રિજમાં જિલાની સૌથી લાંબો બ્રિજ

   વેડરોડ અને અડાજણને બનાવવામાં આવી રહેલો જિલાની કોમ્પલેક્ષવાળો બ્રિજ અત્યાર સુધી બનાવવામાં આવેલા તાપી નદીના પટમાં સૌથી લાંબામાં લાંબો બ્રિજ હશે

Share :
Share :
source: દિવ્યભાસ્કર, સુરત.

Leave A Reply

Share :