હિરાસરના બદલામાં વન વિભાગને કચ્છમાં જમીન ફાળવાઈ

0

   રાજકોટ તાલુકાના હિરાસર ગામે નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવા માટે તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે ત્યારે હિરાસર નજીક જંગલ ખાતાને અપાયેલી 632 હેક્ટર જગ્યાના સ્થાને તેમને અન્ય સ્થળે જગ્યા આપવા માટે ચાલતી કવાયત પૂરી થઇ છે.

   ભીતરના વર્તુળોએ જણાવ્યા અનુસાર હિરાસર એરપોર્ટ માટે જંગલ ખાતા પાસેથી પરત લેવાયેલી જગ્યા સામે અન્ય જગ્યા ફાળવવાની જવાબદારી રાજ્ય સરકારે પોતાના હસ્તક લઇ લીધી હતી અને વન વિભાગને કચ્છમાં ભચાઉ-સામખિયાળી આસપાસ 632 હેક્ટર જગ્યા ફાળવવાનો નિર્ણય કરાયો છે. એરપોર્ટ નિર્માણ માટે જરૂરી વહિવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં તંત્ર કામે લાગી ગયું છે.

Share :
Share :

About Author

Leave A Reply

Share :