રૂડામાં રૂ.540 કરોડના વિકાસ કામ માટે દરખાસ્ત

0

   રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા આગામી નાણાકીય વર્ષમાં રૂડા વિસ્તારમાં અલગ અલગ વિકાસ કામો કરવા માટે સરકાર પાસે 540 કરોડ રૂપિયાની ડિમાન્ડ કરતા દરખાસ્ત મોકલી છે. ગત વર્ષ કરતા આ વર્ષે 235 ટકા વધારે રકમની વિકાસ કામો માટે માગણી કરવામાં આવી છે. ફાઇનલ ટી.પી. સ્કીમના રોડ-રસ્તા અને બીજા રિંગ રોડનું અધૂરું કામ આગળ વધારવા સહિતના કામો માટે 350 કરોડ રકમની માગ કરવામાં આવી છે.

   રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના 52 ગામોમાં વિકાસ કામો આગળ વધારવા માટે રૂડાના સીઇઓ પી.બી.પંડ્યા અને ચેરમેન ડો.વિક્રાંત પાંડેએ 540 કરોડ રૂપિયાની દરખાસ્ત તૈયાર કરી રાજ્ય સરકારને મોકલી આપવામાં આવી છે. જેમાં ફાઇનલ ટી.પી. સ્કીમના રસ્તા અને બીજા રિંગ રોડના કામ માટે 350 કરોડ અને પીવાના પાણી, ભૂગર્ભ ગટરના કામ માટે 150 કરોડ રૂપિયાની ડિમાન્ડ કરવામાં આવી છે.

   સીઇઓ પંડ્યાએ જણાવ્યું હતું કે, રૂડાની જે ટી.પી. સ્કીમને ફાઇનલ મંજૂરી મળી ગઇ છે તે ટી.પી. વિસ્તારના રોડ રસ્તાના કામ અને રિંગ રોડનું અધૂરું કામ કાલાવડ રોડથી ગોંડલ રોડ, ગોંડલ રોડથી ભાવનગર રોડ અને ભાવનગર રોડથી અમદાવાદ રોડ સુધીના કામ માટે રકમ માગવામાં આવી છે.

   ગત વર્ષે 161.58 કરોડની દરખાસ્ત કરવામાં આવી છે. આ વર્ષે અલગ અલગ વિકાસ કામોને ધ્યાને રાખી 540 કરોડની દરખાસ્ત કરવામાં આવી છે.

Share :
Share :
source: દિવ્યભાસ્કર, રાજકોટ.

Leave A Reply

Share :