રાજકોટમાં દબાણ હટાવ કામગીરી : તંત્ર એક બાજુ ઘોર નિદ્રામાં તો બીજી બાજુ કોંગ્રેસનો વિરોધ

0

   રાજકોટ મહાનગરપાલિકાના હાલ કોઈ ધણીધોરી ન હોય તેવા જોવા મળી રહ્યાં છે. એક બાજુ દબાણ હટાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તો દબાણ હટાવ પછી 15 દિવસમાં જ ફરી ઝુંપડાં ઉભા થઈ જતાં, તંત્ર ઘોર નિદ્રામાં હોવાનું છતું થાય છે. તો બીજી તરફ દબાણ હટાવનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવતો હોવાનું અને દબાણ સ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડતાં હોવાનું જોવા મળે છે.

   આ ઘટનાને પગલે સ્થાનિકો અને સત્તાવાળાઓ સામસામે આવી જતાં, પોલીસ અને જનતા વચ્ચે ઘર્ષણના બનાવો બનવા પામ્યા હતા. પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો. જેને પગલે સ્થાનિકોએ ભાજપના આગેવાનને રોકીને ઉગ્ર રજૂઆત કરી હતી.

  રાજકોટ મહાનગર પાલિકા દ્વારા રાજકોટના વોર્ડ નંબી 14માં કોર્પોરેશન દ્વારા દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. વન ડે વન રોડ પર કોંર્પોરેશન દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. એટલુ જ રાજકોટ કોંગ્રેસ દ્વારા તેનો સખત વિરોધ કરવામાં આવતા, પ્રશાસન દ્વારા ક્વિક રિપોન્સ ટિમને ગોઠવી દઈ દબાણ હટાવ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

   રાજકોટમાં દબાણ હટાવી દેવામાં આવ્યા હોવાના આંકડા ચોપડે બતાવવામાં આવ્યા બાદ પણ તંત્ર સુતું રહ્યું હોવાનું ફલિત થઈ રહ્યું છે.

   રાજકોટ દબાણ હટાવ પ્રક્રિયા વિશે લોકોનું કહેવું છે કે છાપરાવાળા મકાનોને જ ટારગેટ કરીને તોળી પાડવામાં આવે છે. જ્યારે પાકા મકાનો બનાવી લેનારાનો કોઈ વાળ વાંકો કરતો નથી. તેમને ઘીકેળા છે. જ્યારે સ્થાનિકો એવો પ્રશ્ન પણ પૂછી રહ્યાં છે કે ડીમોલિશન થયેલા મકાનો ટૂંકા ગાળામાં જ ફરી બની જવાની ઘટનામાં શું મકાનમાલિકનું અધિકારી સાથે સેટલમેન્ટ થયું છે? જે મકાનો તોડી પડાયા પછી પણ રાતોરાત ઉભા થઈ ગયા છે તે અધિકારીઓની સાંઠગાંઠ હોવાનું પ્રતિત કરાવે છે.

Share :
Share :
source: સંદેશ, રાજકોટ.

Leave A Reply

Share :