રંગોલી પાર્ક આવાસના ફ્લેટધારકોને ધરાર એસોિસએશન બનાવવા દબાણ

0

   27 અસુવિધા, કમ્પ્લીશન સર્ટિફિકેટ પણ શરતી છે અને 130 કરોડ રૂપિયાનું કૌભાંડ છુપાવવા હાઉસિંગ બોર્ડના અધિકારીઓ હવે દાદાગીરી પર ઉતરી આવ્યા છે. રંગોલી પાર્ક આવાસ યોજનાના 1164 ફ્લેટધારકોને પત્ર પાઠવીને જણાવી દીધું છે કે, 31 જાન્યુઆરી સુધીમાં એસોસિએશનની રચના કરવામાં નહીં આવે તો કોમન સર્વિસિઝની જાળવણી કરવાની હાઉસિંગ બોર્ડની કોઇ જવાબદારી રહેશે નહીં.

    કાલાવડ રોડ પર આવેલી રંગોલી પાર્ક આવાસ યોજનામાં નરી આંખે દેખાય તેવી 27 અસુવિધા રાખી દેવામાં આવી છે. 130 કરોડ રૂપિયાનું મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે અને આ અંગેના આધાર પુરાવા પણ સરકારી અધિકારીઓને અપાયા છે. આમ છતાં પગલાં લેવાના બદલે જવાબદારીમાંથી છટકી જવા એસોસિએશનની રચના કરવા માટે ફ્લેટધારકો પર દબાણ કરવામાં આવી રહ્યું છે.

   અગાઉ 1/8/2017 અને 29/9/2017ના દિવસે પણ એસોસિએશનની રચના કરવા હાઉસિંગ બોર્ડના અધિકારીઓએ પેતરો કર્યો હતો, પરંતુ ફ્લેટધારકોએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી 27 સુવિધા પૂરી નહીં પડાય અને 130 કરોડ રૂપિયાના કૌભાંડના જવાબદાર અધિકારીઓ સામે પગલાં નહીં લેવાય ત્યાં સુધી એસોસિએશનની રચના નહીં કરવામાં આવે.

   આમ છતાં 30 ડિસેમ્બર 2017એ કાર્યપાલક ઇજનેરે પત્ર પાઠવીને 1164 ફ્લેટધારકોને તાકીદ કરી છે કે, એસોસિએશનની રચના ન થવાના કારણે બોર્ડ દ્વારા યોજનાની સર્વિસિઝના મેન્ટેનન્સ માટે કરવામાં આવેલ તમામ ખર્ચ સભ્યોની મેન્ટેનન્સ ડિપોઝિટની રકમમાંથી બાદ કરી બાકીની રકમ એસોસિએશનના નામે ચેક દ્વારા આપવામાં આવશે અને તા.1 ફેબ્રુઆરી, 2018 પછી રંગોલી પાર્ક યોજનાની કોમન સર્વિસિઝની જાળવણી કરવાની બોર્ડની કોઇ જવાબદારી રહેશે નહીં.

Share :
Share :
source: દિવ્યભાસ્કર, રાજકોટ.

Leave A Reply

Share :