નવા એરપોર્ટની ખાનગી જમીન સંપાદનનું 27મીએ હિયરિંગ

0

   રાજકોટ તાલુકાના હિરાસર ગામ નજીક નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવાની કામગીરી જોરશોરથી શરૂ થઇ રહી છે ત્યારે 35 એકર ખાનગી જમીન સંપાદન માટેની કાર્યવાહી હજુ બાકી હોય તેનું હિયરિંગ આગામી 27મીએ કરાશે. તેમજ નવા ગામતળની દરખાસ્ત પણ 27મીએ કરાશે.

   રાજકોટના પ્રાંત અધિકારી પ્રજ્ઞેશ જાનીએ જણાવ્યું હતું કે હિરાસરમાં ખાનગી જમીન એરપોર્ટ માટે સંપાદન કરવામાં આવી છે તેના માટે હિયરિંગ 27મીએ રાખવામાં આવ્યું છે. જેમાં વળતર બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવશે. તેમજ હિરાસર ગામમાંથી 45 જેટલા પરિવારોને રોડની સામેની બાજુએ શિફટ કરાવવામાં આવ્યા છે તેમના નવા ગામના ગામતળ પણ નક્કી કરવા 27મીએ દરખાસ્ત કરાશે.
પાંચ ગામોને રાજકોટ તાલુકામાં ભેળવાયા, 8000ની વસ્તી વધી

   રાજ્ય સરકારે ચોટિલાના પાંચ ગામો નવાગામ, બામણબોર, ગારીઆ, ગુંદાળા અને જીવાપરાને રાજકોટ તાલુકામાં ભેળવી દેવાની જાહેરાત કરી હતી જે પ્રક્રિયા પૂરી કરી લેવામાં આવી છે અને પાંચ ગામો તાલુકામાં ભેળવી દીધા બાદ હવે તેના રેવન્યૂ રેકર્ડ ચોટિલા પાસેથી મંગાવવામાં આવ્યા છે. ચોટિલાથી ઇ-ધરા અને એટીવીટીની ટ્રાન્સફરની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને એકાદ સપ્તાહમાં તે પૂરી કરી લેવાશે. પાંચ ગામો રાજકોટ તાલુકામાં ભળતા તેમાં 8000ની વસ્તી વધી હતી.

Share :
Share :
source: દિવ્યભાસ્કર, રાજકોટ.

Leave A Reply

Share :