સમૃદ્ધિ એક્સપ્રેસ વે માટે જમીન સંપાદનઃ સરકાર ખેડૂતોને પાંચ ગણી જમીન આપશે

0

   મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ નાગપુર-મુંબઈ એક્સપ્રેસ વે માટે સંપાદિત મહાનગર ક્ષેત્રની જમીનનો પાંચ ગણો મોંબદલો મળે તેવી ખેડૂતોની માગણી રાજ્ય સરકારે પૂરી કરી છે.

   આ સંદર્ભે ૨૪મી નવેમ્બર, ૨૦૧૭ના રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. આને કારણે હિંગણા તાલુકાના ૪૧ ખેડૂતોની આ માગણી સંબંધની અરજી મુંબઈ હાઇ કોર્ટની નાગપુર ખંડપીઠે કાઢી નાખી છે.

   ૧૯૯૯માં હિંગણા તાલુકાને મહાનગર ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યું હતું. સરકારે ૨૬મી મે, ૨૦૧૫ના રોજ નોટિફિકેશન બહાર પાડીને મહાનગર ક્ષેત્રની કૃષિ જમીન માટે ૧ ગણી જમીન જાહેર કરી હતી. આને કારણે હિંગણા તાલુકાની જમીનને માત્ર અઢી ગણો મોંબદલો આપવામાં આવશે એવું સરકારનું કહેવું હતું. તેની સામે અરજીકર્તાઓને વાંધો હતો.

   ગ્રામીણ વિસ્તારની જમીન સામે પાંચ ગણો મોંબદલો મળે એવી માગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી. સરકાર ટેક્નિકલ કારણ આગળ ધરીને મોંબદલામાં ભેદભાવ કરી ન શકે એવી દલીલ તેમણે કરી હતી. આ અરજી ઘણા સમયથી પેંડિંગ હોઇ સરકારે ખેડૂતોની માગણીને પૂરી કરી હતી. અરજીકર્તામાં હિંગણા તાલુકાના સુકળી, વાયફળ, પિપળધરા, દાતાળા, સાલઇ દાભા, બોરગાંવ રિઠી, હદળગાંવ વગેર ગામનો સમાવેશ થતો હતો. ૧૦ જિલ્લામાંથી પસરા થનારા સમૃદ્ધિ એક્સપ્રેસ હાઇવે માટે સરળ ખરીદી પદ્ધતિથી ભૂસંપાદન કરવામાં આવી રહ્યું છે.

Share :
Share :
source: સંદેશ, મુંબઈ.

Leave A Reply

Share :