વૈભવી ઘરોના ભાવમાં વૃદ્ધિની દૃષ્ટિએ મુંબઇ વિશ્વમાં 24મા ક્રમે, ચીનનું ગ્વાંગઝોઉ પ્રથમ ક્રમે

0

   માર્ચ 2017માં પૂરા થયેલા નાણાવર્ષ દરમિયાન લક્ઝરી હોમ્સની કિંમતમાં 1.1 ટકા વધારા સાથે મુંબઇ વિશ્વનાં 41 શહેરમાં 24મા ક્રમે હોવાનું પ્રોપર્ટી કન્સલ્ટન્ટ નાઇટ ફ્રેન્ક ઇન્ડિયાએ મંગળવારે જણાવ્યું. Q1 2017 Knight Frank Prime Global Cities Index મુજબ ચીનનું ગ્વાંગઝોઉ શહેર લક્ઝરી હોમ્સની કિંમતમાં 36.2 ટકા વૃદ્ધિ સાથે વિશ્વમાં પ્રથમ ક્રમે રહ્યું છે. યાદીમાં વિશ્વના 41 શહેરમાં લક્ઝરી હોમ્સની કિંમતમાં થયેલી વધ-ઘટ ટ્રેક કરાઇ છે.

   યાદીમાં સામેલ અન્ય બે ભારતીય શહેરમાં દિલ્હી (35મા ક્રમે) અને બેંગ્લુરુ (29મા ક્રમે)નો સમાવેશ થાય છે. ગત નાણાકીય વર્ષ દરમિયાન બંને શહેરમાં લક્ઝરી હોમ્સની કિંમતમાં અનુક્રમે -2.6 ટકા અને -0.2 ટકા નેગેટિવ ગ્રોથ જોવા મળ્યો. આમ, યાદીમાં મુંબઇ એકમાત્ર એવું ભારતીય શહેર રહ્યું કે જ્યાં લક્ઝરી હોમ્સની કિંમતમાં પોઝિટિવ ગ્રોથ નોંધાયો હોય. ચીનના ગ્વાંગઝોઉ, બીજિંગ અને શાંઘાઇ શહેરો સરેરાશ 26.3 ટકા પ્રાઇસ ગ્રોથ સાથે યાદીમાં અનુક્રમે પહેલા, બીજા અને ચોથા ક્રમે રહ્યા.

   નાઇટ ફ્રેન્ક ઇન્ડિયાના ચીફ ઇકોનોમિસ્ટ અને નેશનલ ડાયરેક્ટર સામંતક દાસે કહ્યું કે લક્ઝરી હાઉસિંગ સેગમેન્ટ કદાચ નોટબંધીથી થયેલી અસરોમાંથી હજુ બેઠું થઇ રહ્યું છે. દિલ્હીમાં બે વર્ષ અગાઉ વાર્ષિક ધોરણે 3 ટકા પ્રાઇસ ગ્રોથ જોવા મળ્યો હતો જેની સામે માર્ચમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં 3 ટકા જેટલો નેગેટિવ ગ્રોથ રહ્યો છે. બેંગ્લુરુમાં 5 વર્ષમાં પહેલી વાર નેગેટિવ ગ્રોથ જોવા મળ્યો છે. 2015માં બેંગ્લુરુમાં વાર્ષિક ધોરણે 13.6 ટકા પ્રાઇસ ગ્રોથ હતો. જ્યુરિચ (-7 ટકા), લંડન (-6.4 ટકા) અને મિલાને (-0.9 ટકા) પણ નેગેટિવ ગ્રોથ નોંધાવ્યો છે.

ટોપ ટેન શહેરો :

રેન્કશહેર ગ્રોથ

1.  ગ્વાંગઝોઉ 36.2%
2.  બીજિંગ    22.9%
3.  ટોરન્ટો     22.2%
4.  શાંગાઇ    19.8%
5.  સિયોલ    17.6%
6.  સિડની    10.7%
7.  સ્ટોકહોમ 10.7%
8.  બર્લિન      8.7%
9.  મેલબોર્ન   8.6%
10.વાનકુવર   7.9%

Share :
Share :
source: દિવ્યભાસ્કર.

Leave A Reply

Share :