મેટ્રો-થ્રી પ્રોજેક્ટ માટે ૬૩૪ પરિવારો ધરાવતી ૧૯ બિલ્ડિંગોને તોડી પડાશે

0

   આખરે બે વર્ષના આયોજન બાદ, મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન (સ્સ્ઇઝ્ર)એ કાલબાદેવી અને ગિરગાંવ રિડેવલપમેન્ટ સ્કીમને અંતિમ ઓપ આપ્યો છે. સૂચિત સ્કીમ મુજબ પ્રકલ્પથી અસરગ્રસ્ત ૬૩૪ પરિવારો ધરાવતી ૧૯ બિલ્ડિંગોને મેટ્રો-થ્રી કોરડિરના બાંધકામ માટેઔતોડી પડાશે.

  મેસર્સ કેટેયુલ્ટ કન્સલ્ટન્ટ્સ દ્વારા તૈયાર કરાયેલી ડિઝાઈન મુજબ, છ બ્લોકોમાં છૂટી પડાયેલી ૧૯ બિલ્ડિંગોને તોડી પડાયા બાદ નવી ઈમારતો બંધાશે. મેટ્રોના બાંધકામની સાથોસાથ જ આ બિલ્ડિંગોનું બાંધકામ હાથ ધરવાનો સ્સ્ઇઝ્રનો ઇરાદો છે, જેથી રહેવાસીઓને તેમના ઘરોનો સમયસર કબજો મળી શકે. દરમિયાન, રહેવાસીઓને વડાલા અથવા પિંપલવાડીમાં કામચલાઉ આવાસોમાં ખસવા માટેનો વિકલ્પ અપાયો છે.

Share :
Share :
source: સંદેશ, મુંબઈ.

Leave A Reply

Share :