મુંબઇમાં રિડેવલપમેન્ટની મંજૂરી માટે હવે વન વિન્ડો સિસ્ટમઃ સ્વપુનર્વિકાસ યોજનાનો શુભારંભ

0

   મુંબઈ શહેરમાં પરવડે એવાં ઘરોની અછત હોવાથી જૂના અને જર્જરિત થયેલાં મકાનોનું રિડેવલપમેન્ટ જરૂરી છે. મુંબઈમાં ડેવલપમેન્ટ માટે મંજૂરી આપવી એ વિકટ પ્રશ્ન હોવાથી ડેવલપરોએ મુંબઈગરાની હાલત ધોબીના કૂતરા ન ઘરના ન ઘાટના જેવી કરી નાખી હોવાનો આક્ષેપ દેવેન્દ્ર ફડણવીસે કર્યો હતો. મુંબૈ બેન્ક દ્વારા નરીમન પોઇન્ટ, યશવંતરાવ ચવ્હાણ પ્રતિષ્ઠાન ખાતે આયોજિત કરવામાં આવેલા સ્વપુર્નિવકાસ યોજનાના શુભારંભ કાર્યક્રમ દરમિયાન મુખ્ય પ્રધાને આક્ષેપ કર્યો હતો.

   મુંબઈમાં ડેવલપમેન્ટની મંજૂરી એ વિકટ પ્રશ્ન છે, પણ એમાંથી માર્ગ કાઢવો જરૂરી છે અને એને પ્રાથમિકતા આપવી પણ આવશ્યક છે. એ માટે બધી ઓથોરિટીની મંજૂરી, SOP તૈયાર કરી વન વિન્ડો સિસ્ટમના માધ્યમથી આપવાની શરૂઆત કરવામાં આવશે. એ માટે મ્હાડાના સીઈઓ મિલિંદ મહૈસ્કરને સૂચન કરતાં હોવાનું તેમણે કહ્યું હતું.

   લોકો ભેગા થઈને રિડેવલપમેન્ટ માટે આવતા હોય, પણ તેઓ કંઈ રોજ પોતાના કામ છોડી આવી શકે નહીં. એથી તેમની સગવડ માટે આ નિર્ણય જરૂરી છે. આ યોજના માટે મ્હાડા પ્લાનિંગ ઓથોરિટીની રચનાનો વિચાર હોવાથી અનેક ઓથોરિટી પાસે જવું નહીં પડે એવું તેમણે કહ્યું હતું.

Share :
Share :

About Author

Leave A Reply

Share :