જેપી એસો. ને 10 મે સુધીમાં 200 કરોડ જમા કરાવવા આદેશ

0

    સુપ્રીમ કોર્ટે બુધવારે જેપી એસોસિએટ્સને ૨૦૦ કરોડ રૂપિયા જમા કરાવવાનો આદેશ કર્યો છે. જેપીની સ્કીમમાં મકાન બુક કરાવનારા ૨૮૦૦ જેટલા લોકોએ મૂલ રકમનો કેટલોક ભાગ પરત કરવાના ભાગરૂપે આ રકમ ૧૦ મે સુધીમાં બે હપતામાં જમા કરાવી દેવા આદેશ કર્યો છે.

   ચીફ જસ્ટિસ દિપક મિશ્રા, જસ્ટિસ એ.એમ. ખાનવિલકર અને જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડની બેન્ચે ૧૫ એપ્રિલ સુધીમાં ૧૦૦ કરોડ રૂપિયાનો પહેલો હપતો અને ૧૦ મે સુધીમાં ૧૦૦ કરોડ રૂપિયાનો બીજો હપતો જમા કરાવી દેવા કહ્યું છે. બેન્ચ આ કેસમાં ૧૫ એપ્રિલે સુનાવણી કરશે. બેન્ચે કહ્યું કે ૧૫ એપ્રિલે તે જોશે કે તેના આદેશનું પાલન થયું છે કે નહીં. કોર્ટે કહ્યું કે જે રકમ જમા થશે તે મકાન ખરીદનારા લોકોને સરખા પ્રમાણમાં મળશે.

Share :
Share :
source: નવગુજરાત સમય.

Leave A Reply

Share :