એમ્બી વેલીની હરાજીમાં સહારા અવરોધો ઊભા કરી રહ્યું છે: સેબી

0

   માર્કેટ રેગ્યુલેટર સેબીએ સહારા ગ્રુપના પ્રમુખ સુબ્રતો રોય સામે સુપ્રીમકોર્ટમાં અનાદરની અરજી દાખલ કરી છે. સેબીનો આરોપ છે કે સુબ્રતો રોય એમ્બી વેલી પ્રોજેક્ટની હરાજીની પ્રક્રિયામાં અવરોધો ઊભા કરી રહ્યા છે. સેબીઓ સુબ્રતો રોય અને સહારાના 6 ડિરેક્ટર સામે અનાદરનો કેસ ચલાવવાની માગ કરી છે.

   સુપ્રીમકોર્ટનો આદેશ હતો કે 10 અને 11મી ઓક્ટોબરે એમ્બી વેલીની હરાજી કરવામાં આવે.સેબીના વકીલ પ્રતાપ વેણુગોપાલે મંગળવારે સવારે જસ્ટિસ રંજન ગોગોઇ સમક્ષ કેસ મેન્શન કરતા વહેલા સુનાવણીની માગણી કરી છે. તેમણે જણાવ્યું કે એમ્બી વેલી લિમિટેડે હરાજીના થોડાક દિવસ પહેલા કંપનીની ઓફિસમાં તાળું મારી દીધું હતું. નાણાં નહીં હોવાનું ટાંકીને પોલીસને એમ્બી વેલીની સુરક્ષા માટે લખી દીધું. પોલીસ ત્યાં સુરક્ષા વ્યવસ્થા સંભાળી રહી છે.

Share :
Share :
source: દિવ્યભાસ્કર.

Leave A Reply

Share :