હરણી-સયાજીપુરાની 573 કરોડની જમીનના વિકાસ માટે માર્ગ મોકળો

0

   હરણી અને સયાજીપુરામાં 573 કરોડ રૂપિયાની 47.80 લાખ ચોરસ ફુટ જમીન વિકાસ માટે છુટી કરવામાં આવશે. 232 હેકટરની વિસ્તાર ધરાવતી ટીપી સ્કીમમાં જમીનમાલિકોન પ્લોટન ફાળવણી બાદ કોઇ વાંધો હોય ત રજૂ કરવા નોટિસ પ્રસિધ્ધ કરવામાં આવી છે. આ વિસ્તારમાં ઉભી થનાર વિવિધ સુવિધાનો 1 લાખ લોકોને લાભ મળશે.

નવા વિકસતા વિસ્તારમાં 1 લાખ લોકોને વિવિધ સુવિધાનો લાભ મળશે

   શહેરના ન્યૂ વી આઇ પી રોડ, હરણી એરપોર્ટ, હાઇવેથી ઘેરાયેલા હરણી-સયાજીપુરાની ટીપી સ્કીમનો મુસદ્દો 2013માં જાહેર કરાયો હતો. હરણી-સયાજીપુરાની ટીપી સ્કીમનો કુલ વિસ્તાર 232 હેકટર એટલે કે 2.32 કરોડ ચોરસફુટનો છે. આ વિસ્તારમાં હાલમાં કાચા પાકા રસ્તા છે. હરણી સયાજીપુરાના સૂચિત ટીપી વિસ્તારમાં 0.72 હેકટર ભાગ રસ્તા અને નાળિયાનો છે.

   સૂચિત ટીપી સ્કીમમાં 232 હેકટર જમીનને આવરી લીધા બાદ તેના જમીનમાલિકોને ફાઇનલ પ્લોટ એટલે કે અંતિમ ખંડો ફાળવવામાં આવ્યા છે. જે મુજબ 159 હેકટર એટલે કે 1.60 કરોડ ચોરસ ફુટ જમીન જમીનધારકોને પરત કરવામાં આવી છે અને 68.55 ટકા જમીન પર અંતિમ ખંડ ફાળવવામાં આવી છે. જોકે, 19.07 ટકા જમીન બગીચો, શાળા,પ્લે ગ્રાઉન્ડ,રહેણાંક-કોર્મશિયલ હેતુ માટે, આવાસો માટે રિર્ઝવ સૂચવવામાં આવી છે. હરણી સયાજીપુરાની આ ટીપી સ્કીમમાં 44.42 હેકટર એટલે કે 47.80 લાખ ચોરસ ફુટ જમીનમાં સ્થાનિક નાગરિકોની સુખાકારી માટે ડેવલપમેન્ટ કરવામાં આવશે.

   હરણી સયાજીપુરામાં રિઅલ એસ્ટેટ ક્ષેત્રે જુદા જુદા પ્રોજેકટ આકાર લઇ રહ્યા છે ત્યારે સૂચિત ટીપી સ્કીમ વિકાસની નવી હરણફાળ ભરશે તે નિશ્ચિત છે. હરણી સયાજીપુરામાં સૂચિત ટીપી સ્કીમના કારણે પાકા રસ્તા, બગીચા, ડ્રેનેજ,પાણીની લાઇનના નેટવર્ક,ગરીબો માટે અાવાસો સહિતના જુદા જુદા પ્રોજેકટનો અમલ પાલિકાને કરવો પડશે અને નવા વિકસતા વિસ્તારમાં 1 લાખ લોકોને તેનો લાભ મળશે.

Share :
Share :
source: દિવ્યભાસ્કર, વડોદરા.

Leave A Reply

Share :