મુખ્યમંત્રી આવાસ યોજનાના ૨ હજાર કરોડના કૌભાંડની તપાસ ACSને

0

   ગુજરાત સરકારે વડોદરામાં ચકચાર મચાવી રહેલા રૂ. બે હજાર કરોડના જમીન કૌભાંડની તપાસ અગાઉ શહેરી વિકાસ વિભાગમાં અગ્રસચિવ તરીકે રહી ચૂકેલા અને અત્યારે રાજ્યનો આરોગ્ય વિઙાગ સંભાળતા અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમારને સોંપી છે. આ સિનિયર અધિકારીને એક અઠવાડિયામાં તપાસ પૂરી કરી તે અંગેનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવા જણાવવામાં આવ્યું છે.

   વડોદરા શહેરમાં સવાદ કોલોની વિસ્તારની આશરે બે હજાર કરોડની કિંમતની ૧.૪૫ લાખ ચોરસ મીટર જમીન પીપીપી ધોરણે મુખ્યમંત્રી આવાસ યોજનાના નામે હડપવાના ગંભીર પ્રકરણમાં વડોદરાના ભાજપના મેયર ભરત ડાંગર તથા માંજલપુર બેઠકના ભાજપના સૌથી સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલના નામો ઉછળ્યાં છે.

   મેસર્સ નારાયણી રિયલ્ટી નામની કંપની કે જેને ભાગીદારીમાં આ મુખ્યમંત્રી આવાસ યોજના તૈયાર કરવાનો પ્રોજેક્ટ ટેન્ડરિંગ દ્વારા સોંપાયો છે તે કંપનીના મુખ્ય પ્રમોટર જયંતિ પંચાલ સાથે ધારાસભ્ય યોગેશ પટેલનો ઘરોબો જગજાહેર છે. જ્યારે આ જોઈન્ટ વેન્ચર પ્રોજેક્ટમાં અન્ય ભાગીદાર કંપની સાંઈ રુચિના પાર્ટનર પ્રણવ પ્રવીણ ચોકસી જેઓ આર સી દત્ત રોડ ઉપર દામોદર જ્વેલર્સના નામે ધંધો કરે છે તેઓ પણ ધંધાકીય રીતે ભાજપના મેયર ભરત ડાંગર સાથે ગઠબંધન ધરાવતા હોવાનું સુવિદિત છે.

Share :
Share :

About Author

Leave A Reply

Share :