6 મહિનામાં શહેરમાં રહેણાંકના મકાનનું વેચાણ 44% ઘટ્યું

0

pmay housing

   અમદાવાદમાં છ મહિનામાં રિયલ એસ્ટેટમાં રહેણાંકના મકાનોના વેચાણમાં 44 ટકાનો ઘટાડો થયો છે. ઓફિસ સ્પેસના વેચાણમાં 55 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. 10 લાખ ચોરસ ફૂટ જેટલી ઓફિસ પ્રિમાઈસિસ ધરાવતા શહેરોમાં અમદાવાદનો પ્રથમ વખત સમાવેશ થયો છે. બીજી તરફ શહેરમાં 50 લાખ કરતા સસ્તા મકાનોનું વેચાણ જોવા મળ્યું છે. જો કે વણ વેચાયેલા પડ્યા રહેલા મકાનોની ટકાવારી જોઇએ તો યથાવત્ રહી હોવાનું જોવા મળે છે.

   ઇન્ડિયા રિયલ એસ્ટેટ અંગેના એક સરવેમાં અમદાવાદ શહેરમાં જુલાઇ- ડિસેમ્બર 2017માં મકાનોના લોન્ચિંગમાં 55 ટકા જેટલો વધારો નોંધાયો હતો. જોકે 2016ના આ સમયગાળાને ધ્યાને લઇએ તો 44 ટકા ઘટાડો નોંધાયાનું જોવા મળે છે. 2017માં બનેલા મકાનોમાં 4 પૈકી 3 સ્કીમમાં 50 લાખ કરતા ઓછી રકમના મકાનો બન્યા છે. જેને કારણે વેચાણનું વોલ્યૂમ વધેલું જોવા મળ્યું છે.

   આ બાબતે નાઇટ ફ્રેન્કના ડિરેક્ટર બલબીરસિંઘ ખાલસાએ જણાવ્યું છે કે, 2017ના છ માસમાં રેરા (રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ)ની સ્પષ્ટતાના અભાવે અસર થઇ છે. જેને કારણે નવી સ્કીમની સંખ્યા ઘણી ઓછી રહી હતી. 2017માં 75 ટકા મકાનો એફોર્ડેબલ હાઉસિંગમાં રહ્યા છે. જેની મહત્તમ કિંમત 50 લાખ કરતા ઓછી છે. આવા મકાનું વેચાણ પણ 2016ની તુલનાએ 5 ટકા વધારે રહ્યું છે. અમદાવાદ ઇસ્ટ અને નોર્થમાં આ મકાનો પૈકી 60 ટકા જેટલું ઊચું વેચાણ નોંધાયું છે.

   અમદાવાદમાં 2017માં જ 3.20 લાખ ચો.ફૂટ જેટલી ઓફિસ સ્પેસનું વેચાણ થયું છે. જે 2016ના સમયગાળા કરતા 61 ટકા જેટલું વધારે રહ્યું છે. આમ તેના વેચાણમાં 53 ટકા જેટલો વધારો નોંધાયેલો જોવા મળ્યો છે. ઓફિસ સ્પેસમાં સતત માગ જોવા મળી રહી છે.

A-173408365-large

Share :
Share :

About Author

Leave A Reply

Share :