રિયલ એસ્ટેટ ઉદ્યોગ ફરી સુધારાના પંથે

0

 real estate

નોટબંધી, જીએસટી અને રેરા જેવા વિરોધાભાસી કારણોમાંથી બહાર આવવાની તૈયારીમાં

   નોટબંધી, જીએસટી અને રેરા જેવા કારણોને પચાવીને રિયલ એસ્ટેટ માર્કેટમાં રિકવરી જોવાઈ રહી છે. છેલ્લા કેટલાક મહિનાથી શહેરોમાં વેચાણ વધ્યું છે. જોકે, ભાવમાં ઘટાડો થયો છે અથવા સ્થિર રહ્યા હોવાનું પ્રોપર્ટી પોર્ટલ 99એકરડોટકોમ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જોવાયું છે. ભાવમાં આવેલા ઘટાડાને પગલે પુણે, મુંબઈ અને બેંગ્લુરું જેવા શહેરોમાં છેલ્લા કેટલાક મહિનાથી ફ્લેટના વેચાણમાં સુધારો જોવાયો છે. જ્યારે હૈદ્વાબાદ અને કોલકાતા જેવા શહેરોમાં ઓક્ટોબરથી ડિસેમ્બર 2017ના ગાળામાં રેન્ટલ ભાડામાં ચાર ટકાનો વધારો થયો છે. જ્યારે બેગ્લુરું અને મુંબઇમાં આ વધારો ત્રણ ટકાનો હોવાનું અભ્યાસમાં જોવાયું છે.

   દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં અને મુંબઇમાં ઇન્વેન્ટરીની સ્થિતિ મોટી રહેતાં ભાવમાં ઘટાડો નોંધાયો છે. 2017માં ભારતીય રિયલ એસ્ટેટ માર્કેટમાં ધરખમ નિતીવિષયક સુધારા નોંધાયા હતા. રેરા અને જીએસટી જેવા કારણોએ રહેઠાણ વિસ્તારની માગને વિપરીત અસર થઈ હતી. વિતેલા વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં વેચાણમાં ઘટાડો થયો હતો જ્યારે બીજા અર્ધવાર્ષિક ગાળામાં સ્થિતિ સ્થિરતા તરફી થઈ રહી હોવાનું જોવા મળ્યું હતું. રેરાની પૂરેપૂરી અસર પ્રોપર્ટીથી ભાવ ઘટવાની ખરીદદારો દ્વારા અને બિલ્ડરો નવા ધોરણોની કેવી અસર રહે છે તેની રાહમાં જોવાયા હતા.

   રેરાને કારણે બજારની અનિશ્ચિતતાનો માહોલ દૂર થઇને વિશ્વાસ પાછો ફરતો હોવાનું ત્રિમાસિક ગાળામાં જોવાયું હતું. મોટા ભાગના શહેરોમાં પૂછપરછ અને વેચાણમાં સાધારણ સુધારો જોવાયો હતો. બેંગ્લુરું અને પુણે જેવા પ્રીમિયમ માર્કેટમાં પણ સુધારો જોવાયો હતો. જીએસટીની સ્પષ્ટતા થતા ફરી વેચાણ આડેના વિધ્નો દૂર થયા હતા અને બજેટ સેગમેન્ટમાં પૂછપરછ વધી હતી. રિપોર્ટમાં વધુમાં એવું પણ નોંધવામાં આવ્યું હતું કે, હજી પણ ભાવમાં વૃધ્ધિ મર્યાદીત રહી છે અને ઇન્વેન્ટરીની સ્થિતિ ઊંચી રહેતાં ભાવ પર દબાણ યથાવત જોવાયું છે.

   2018ના વર્ષમાં પ્રીમિયમ અને લક્ઝરી સેગમેન્ટમાં હજી ભાવમાં ઘટાડો જોવા મળી શકે તેવી શક્યતા સર્વેમાં દર્શાવવામાં આવી હતી. જાન્યુઆરી- માર્ચ 2018ના ગાળામાં અન્ય સેગમેન્ટમાં વધુ કરેકશન જોવા મળે તેવી સંભાવના જણાતી નથી. રેરાના રજીસ્ટ્રેશનની ધીમી પ્રક્રિયાને કારણે પ્રાઇમરી માર્કેટના વેચાણ લાયક પુરવઠો નીચો રહ્યો છે. રજીસ્ટ્રેશન વધતા અને ધોરણો અંગે વધુ ચિત્ર સ્પષ્ટ થતાં ઇન્વેન્ટરી લેવલ વધવાની ધારણા મૂકવામાં આવે છે..

Share :
Share :
source: ઇકોનોમિક ટાઈમ્સ.

Leave A Reply

Share :