બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ ત્રણ સ્થળોનો સરવે કરાયો

0

   મુંબઇ-અમદાવાદ વચ્ચે સાકાર થનારા બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન અને પાલિકા દ્વારા મંગળવારથી સર્વે શરૂ કરાયો છે. સર્વેના બીજા દિવસે બંને તંત્રની સંયુક્ત ટીમોએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ સ્ટેશનની આસપાસ ડેવલપ થનારા ત્રણ સ્થળોની રૂબરૂ મુલાકાત લઇ સ્થળ-સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

   બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ ડેવલપ થનારા આ કામો કેવી રીતે સાકાર થશે તે અંગે બુધવારે પાલિકા અને રેલ કોર્પેોરેશનની ટીમોએ સંયુક્ત સર્વે કર્યો હતો. ટીમોએ અલકાપુરી ગરનાળાથી સયાજીગંજ સર્કલ સુધી, રેલવેની પાછળ તરફના 30 મીટરના રોડ તેમજ જનમહેલથી બનાવવામાં આવનાર અંડરપાસ અંગે સ્થળ-સ્થિતિની મુલાકાત લઇ અભ્યાસ કર્યો હતો.

Share :
Share :

About Author

Leave A Reply

Share :