બાલાસિનોરમાં ગેરકાયદે દબાણોનો સર્વે કરાયો

0

   બાલાસિનોર નગરપાલિકાના વોર્ડ નં. ૪માં ભાવસાર વાડા વિસ્તારમાં એક ઈસમ દ્વારા નગરપાલિકાની જમીન ઉપર ગેરકાયદેસર દબાણ ઉભું કરી દેવામાં આવ્યું હતું.

   એક જાગૃત નાગરિક દ્વારા દબાણ હટાવવા માટે નગરપાલિકામાં બે મહિનાથી અરજી આપી હોવા છતાં કોઈજ કાર્યવાહી કરવામાં આવતી નહોતી ત્યારે પાલિકાના અધિકારીઓની કામગીરીમાં શંકા કુશંકાઓ સેવાઇ રહી હતી. ગઈ કાલે દિવ્ય ભાસ્કરમાં વિશે અહેવાલ પ્રસિદ્ધ થતાની સાથેજ પાલિકા તંત્ર દોડતું થયું અને તાબડતોડ દબાણ કરેલ વિસ્તારમાં નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા સર્વે કરવામાં આવ્યું હતુ.

   વિસ્તારની પ્રજાએ દિવ્ય ભાસ્કરનો આભાર વ્યક્ત કર્યો.બે મહિનાથી અરજી આપી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી હોતી. આમ એક ઇસમ દ્વારા ગેરકાયદે દબાણ ઉભુ કરવામાં આવતા દબાણ કરેલ વિસ્તારનું નગરપાલિકાના કર્મીઓએ સર્વે કર્યુ હતું.

Share :
Share :
source: દિવ્યભાસ્કર, વડોદરા.

Leave A Reply

Share :