બહુમાળી બિલ્ડિંગોમાં પાર્કિંગના દબાણો તોડી રૂ .૪૭.૫૦ લાખનો દંડ વસૂલ

0

   વડોદરા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા છેલ્લા અઢી મહિનાથી બહુમાળી ઇમારતોના પાર્કિગમાં થયેલા દબાણો ખુલ્લા કરાવીને પાર્કિગ વ્યવસ્થા ઉભી કરવાની ફરજ પાડીને પેનલ્ટીની વસૂલાત શરૂ કરાઇ છે. જેમાં રૂ.૪૭.૫૦ લાખની પેનલ્ટી વસૂલ કરી હોવાનું જાણવા મળ્યું છે.

   તા.૧-૮-૧૮થી બહુમાળી ઇમારતોના પાર્કિગ સંદર્ભે વડોદરા મ્યુનિ.કોર્પોરેશને સર્વે શરૃ કર્યો છે. જેમાં હોસ્પિટલો, શોપિંગ મોલ્સ, હોટેલો, કોમર્શિયલ કોમ્પલેક્સ વગેરેને સર્વેમાં આવરી લીધા છે. આવી ૮૫૫ મિલકતોનો સર્વે કર્યો હતો, જેમાંથી ૬૦૦ મિલકતોના પાર્કિગમાં થયેલા દબાણો દૂર કર્યા છે. કુલ ૬૫ હજાર ચો.મી. પાર્કિગ ખુલ્લુ કર્યુ છે અને રૂ.૪૭,૪૫,૫૫૦ની પેનલ્ટીની વસુલ કરી છે. જોકે કોર્પોરેશને પાર્કિગ ખુલ્લુ કરતા સ્ટાફને બૂલડોઝર અને જુદી જુદી મશીનરીઓ સાથે સ્થળ પર અત્યાર સુધી દોડાવ્યા છે, તેમાં સ્ટાફના પગારની ગણતરી અને મશીનરીનો ખર્ચ વગેરે ગણતા પેનલ્ટી ઓછી પડે છે, તેવી ચર્ચા કોર્પો.માં થાય છે.

   દરમિયાન બાંધકામ પરવાનગી શાખા દ્વારા સોમાતળાવ ચાર રસ્તાથી પરિવાર ચાર રસ્તા તરફ, વાઘોડિયા ડભોઇ રીંગરોડ પર કુલ-૮ મિલકતોમાં આશરે ૮૦૦ ચો.મી. પાર્કીગ ખુલ્લું કરાવીને રૂ.૩૪,૦૦૦ની પેનલ્ટી કરેલી છે. જેમાં ચંદન કોમ્પલેક્સમાં જય ગુરૃદેવ મેડીકલ, શંકર પ્રોવિઝન સ્ટોર, શિવમ ડ્રાયક્લીનર, મહાદેવ ફાઇબર એલ્યુમિનિયમ, બરોડા ડેરી, સુગમ પાર્લર, દ્રષ્ટી એન્ટરપ્રાઇઝ, શ્રી વીર હનુમાન એન્ટરપ્રાઇઝ તથા સુખધામ રેસિડન્સીનો સમાવેશ થાય છે.

Share :
Share :
source: સંદેશ.

Leave A Reply

Share :