પ્રોપર્ટીના દસ્તાવેજ ખરાઈમાંથી સબ-રજિસ્ટ્રારને ફરીથી મુક્તિ

0

   પ્રોપર્ટીના દસ્તાવેજમાં અરજદારની સહી સાચી છે,કે નહીં તેની સંપૂર્ણ ચકાસણીની જવાબદારી અત્યાર સુધી સબ રજિસ્ટ્રારની હતી. પરંતુ સરકારે કરેલા નવા પરિપત્રથી હવે દસ્તાવેજોની સંપૂર્ણ જવાબદારી જેતે પક્ષકારની રહેશે. સબ રજિસ્ટ્રારોને ફરી મુક્તિ અપાઇ છે.

   કેન્દ્ર દ્વારા અગાઉના પરિપત્રમાં દસ્તાવેજ નોંધણી માટે રજૂ થાય ત્યારે દસ્તાવેજ લખી આપનાર, લખાવી લેનાર, ઓળખ આપનાર પોતે હોવાનું પ્રસ્થાપિત કરવા તેમના ફોટો સાથેના ઓળખપત્રોના પ્રમાણિત પુરાવા આપવા સહિત તેના પર સહી પણ કરવાનો ઉલ્લેખ હતો. સહીની ચકાસણીની જવાબદારી સબ રજિસ્ટ્રારની કરાઇ હતી. જેના કારણે વિવાદ સર્જાયો હતો. સબ રજિસ્ટ્રારોમાં વિરોધ થયો હતો અને પરિપત્ર બદલવા રજૂઆત કરાઇ હતી.

Share :
Share :
source: દિવ્યભાસ્કર, અમદાવાદ.

Leave A Reply

Share :