ડિજિટલ ડેટા જ ઘણા ભેદ ખોલશે, નોટબંધી વખતે થયેલા રોકડ વ્યવહારોની વિગતોની પણ તપાસ થશે

0

સત્યમ ડેવલપર્સ, સાંઘાણી ઇન્ફ્રાસ્ટ્રકચર ઇન્ડીયા પ્રા.લી. તથા શાલીગ્રામ બિલ્ડકોન ગૃપ પર ત્રાટકેલા આયકર વિભાગના અધિકારીઓને તેમના ફોરેન એકાઉન્ટ્સની વિગતો પણ મળી છે. જેને લઇને તેમણે વિદેશમાં ટ્રાન્સફર કરેલા રૂપિયાની તપાસ ચાલી રહી છે. આ બિલ્ડરોને કરોડો રૂપિયાના ફાઇનાન્સ કરી રહેલા ફાઇનાન્સરો પણ આયકર વિભાગની ઝપટે ચડી ગયા છે.

 

શહેરના અન્ય ફાઇનાન્સરો પણ ડિપાર્ટમેન્ટના રડારમાં હોવાનું જાણી શકાયું છે. સાથે સાથે આ બિલ્ડર ગૃપ સાથે જોડાયેલા લોકોએ ડમી કંપનીઓ બનાવી તેમાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કર્યા હોવાની વિગતો પણ સામે આવી રહી છે. તપાસમાં જે ડિઝીટલ ડેટા અને દસ્તાવેજો તથા વિવિધ એન્ટ્રીઓ મળી છે. જેના પૃથ્થકરણ બાદ કરચોરીનો આંકડો અધધધ કહી શકાય તેટલે પહોંચશે તેમ અધિકારીઓ જણાવી રહ્યા છે.

 

અમદાવાદના જાણીતા બિલ્ડર અને રીયલ એસ્ટેસ્ટના વ્યવસાય સાથે સંકળાયેલા ત્રણ ગૃપની ૪૨ પ્રમાઇસીસ પર છેલ્લા ૪૮ કલાકથી સર્ચ ચાલી રહ્યું છે. જુદા જુદા નામે પ્રોજ્કેટ કરતા આ ત્રણેય ગૃપ એક જ માલિકીના હોવાનું પણ બહાર આવી રહ્યું છે. અમદાવાદ ઉપરાંત રાજ્યભરમાં કોમર્શિયલ અને રેસિડેન્સીયલ પ્રોજેક્ટ કરતા આ ગૃપ ગ્રાહકો પાસેથી મોટા પ્રમાણમાં ઓન મની લેતા હતા. તેમણે આ કાળું નાંણું ઠેકાણે પાડવા માટે પોતાના મળતીયાઓ મારફતે ડમી કંપનીઓ બનાવી તેમાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હોવાનું બહાર આવી રહ્યું છે.

 

આયકર વિભાગના અધિકારીઓને તપાસ દરમિયાન આ ગૃપના ફોરેન એકાઉન્ટસ હોવાની પણ વિગતો મળી છે. જેને કારણે તેમણે કરોડો રૂપિયા વિદેશમાં ટ્રાન્સફર કર્યા હોવાની સંભાવના નકારી શકાય તેમ નથી. જે અંગેની હાલ તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત બેંકના લોકરોની વિગતો પણ મળી છે. જે સીઝ કરવાની કવયાત શરૂ કરી દેવામાં આવી છે.

 

ઇનકમ ટેક્સના અધિકારીઓને તપાસ દરમિયાન ડિઝીટલ ડેટા પણ મળ્યા છે. જેની તપાસ ચાલી રહી છે. હવે આ દરોડામાં એક બિલ્ડરનો પોતાના બ્લેક મનીમાંથી કરોડોનું ફાઇનાન્સ કરતા ફાઇનાન્સરોની વિગતો પણ મળી છે. આયકર વિભાગે કેટલાક ફાઇનાન્સરોની ઓફીસોમાં પણ સર્ચ શરૂ કરી દીધું છે. ત્યારે હવે આ ફાઇનાન્સરો આટલા મોટા પ્રમાણમાં કાળું નાણું લાવ્યા ક્યાંથી તેની તપાસ ચાલી રહી છે..

Share :
Share :
source: નવગુજરાત સમય.

Leave A Reply

Share :