અમદાવાદમાં 64 પાકા બાંધકામો તોડી પડાયા

0

   અમદાવાદ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આજે પણ દબાણ હટાવવાની કામગીરી યથાવત રખાઇ હતી. જેમાં ૬૪ પાકા બાંધકામો તોડી પડાયા હતા. હાટકેશ્વર વિસ્તારમાં મંદિર સહિતના દબાણો હટાવાયા હતા. હાટકેશ્વર બ્રિજથી લઇને જોગેશ્વરી રોડ ભાઇપુરા તથા ડી માર્ટ ચાર રસ્તા નિકોલ તથા નિકોલમાં રોડ પરના દબાણો તોડી પડાયા હતા.

   મણિનગરમાં પુષ્પકુંજ, કાંકરિયા પાસે, દુધેશ્વરમાં સંતરામ એસ્ટેટ, પશ્ચિમ ઝોનમાં આશ્રમ રોડ તથા લાંભામાં કર્ણાવતી ચોક, ચાંદલોડીયા, ગોતા, જોધપુરમાં પ્રેરણાતિર્થ દેરાસર તેમજ એસ.જી.હાઇવે પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

   શહેરમાં રોડ પર ફૂટપાટ પર રહેતી અને ટ્રાફિકજામ કરતી ૫૦ લારીઓ ડિટેઇન કરાઇ હતી. ઉપરાંત દક્ષિણ ઝોનમાં ૧૪ ઓટલા અને પૂર્વ ઝોનમાં ૫૭ ઓટલાના દબાણો જેસીબીની મદદથી તોડી પડાયા હતા. બંને ઝોનમાં અનુક્રમે ૨૩ અને ૧૭ કોમર્શિયલ શેડ તોડી પડાયા હતા.પૂર્વ ઝોનમાં આજે સૌથી વધુ ૪૨ પાકા બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા.

   શહેરમા આજે ગુરૃવારે કુલ ૮૩૫ જેટલા દબાણો હટાવાયા હતા. જેમાં પાર્કિગના મુદ્દે કેટલાક વાહનો પણ જપ્ત કરાયા હતા. દબાણ હટાવ ઝૂંબેશ આગામી દિવસોમાં પણ યથાવત રહેશે.

Share :
Share :
source: સંદેશ.

Leave A Reply

Share :