અમદાવાદમાં દબાણ હટાવ ઝૂંબેશ યથાવત, બુધવારે કુલ 1,467 દબાણો દૂર કરાયા

0

demolition

   અમદાવાદ શહેરમાં આજે બુધવારે પણ દબાણ હટાવ ઝૂંબેશ યથાવત રહેવા પામી હતી. નાના-મોટા મળીને કુલ ૧,૪૬૭ જેટલા નડતરરૃપ દબાણો હટાવવામાં આવ્યા હતા. ફૂટપાટ પરના થઇ ગયેલા ૬૧૪ ઓટલાઓ તોડી પડાયા હતા. પૂર્વ ઝોનમાં ૧૯, પશ્ચિમ ઝોનમાં ૨૮ સહિતના કુલ ૫૦ પાકા બાંધકામોનો પણ ખુડદો બોલાવી દેવામાં આવ્યો હતો.

   ઉત્તર પશ્ચિમ ઝોનમાં વસ્ત્રાપુર તળાવ, ગુરૃકુળ રોડ પરના દબાણો હટાવાયા હતા. થલતેજ વોર્ડમાં સુભાષચોકથી વિશાલનગર સુધીના ગેરકાયદે બાંધકામો તોડી પડાયા હતા. પશ્ચિમ ઝોનમાં વાડજમાં મ્યુનિ.રિઝર્વપ્લોટ દબાણમુક્ત કરાયો હતો.

   હેલ્મેટ સર્કલ ઓવરબ્રિજ તથા નહેરૃનગરથી ઝાંસીની રાણી લક્ષ્મીબાઇના સ્ટેચ્યું સુધીના દબાણોનો સફાયો બોલાવી દેવાયો હતો. ઇન્ડિયાકોલોની, નરોડાવોર્ડમાં આ કાર્યવાહી હાથ ધરાઇ હતી.

   લાંભા વોર્ડમાં મોતીપુરા ચોકડી, મણિનગર ચાર રસ્તાથી દક્ષિણી સોસાયટી તેમજ એલ.જી.કોર્નરની આજુબાજુનાં દબાણો દૂર કરાયા હતા. ધોડાસર, રામોલ, હાથીજણ, પુનિતનગર રેલવે ક્રોસિંગ સુધીના દબાણો હટાવવાની કામગીરી આજે કરાઇ હતી. ઇસ્કોનથી શીવરંજની વોડ, સાણંદ ચાર રસ્તા, બોપલ ચાર રસ્તા અને પ્રહલાદનગર ચાર રસ્તા પરના દબાણો તોડી પડાયા હતા.

Share :
Share :
source: ગુજરાત સમાચાર.

Leave A Reply

Share :