સરકારી જમીન વેચી કે જૂની શરતમાં ફેરવી શકાશે

0

   Land

   રાજ્ય સરકારે, બજાર કિંમત લઈને રહેણાંકના હેતુ માટે ફાળવેલી નવી શરતની જમીનને, વેચવી હોય કે તેને જૂની શરતમાં ફેરવવી હોય તો તે માટે સરકારે નવા દર જાહેર કર્યા છે. જે મુજબ, ‌આવા બાંધકામ સહિતના પ્લોટનો કબજો ૧૫ વર્ષ સુધી રહ્યો હોય તો, તેવા કિસ્સામાં હાલની બજાર કિંમતમાંથી પ્લોટના કબજા-ધારકે અગાઉ ભરેલી જમીનની મૂળ કિંમત બાદ કરતાં જે કિંમત બાકી રહે તે તફાવતની રકમના ૫૦ ટકા મુજબ પ્રીમિયમ ભરવાથી તેવી જમીન-પ્લોટને વેચવા માટેની મંજૂરી મળી શકશે. જ્યારે આવી જમીનને ૧૫ વર્ષ સુધીના સમયગાળા સુધી જૂની શરતમાં ફેરવી નહીં શકાય તેવો આદેશ જારી કરાયો છે.

   મહેસૂલ વિભાગે જારી કરેલા ઠરાવ મુજબ, મહેસૂલ વિભાગ દ્વારા કોઈ વ્યક્તિને રહેણાંકના હેતુ માટે બજાર કિંમત લઈને નવી શરતની જમીન ફાળવી હોય તો તેવી જમીનને પ્રીમિયમ લઈને વેચી શકાતી હોય છે કે તેને જૂની શરતમાં ફેરવી શકાતી હોય છે. તેવા નિયમો અગાઉથી નક્કી કરાયેલા છે પરંતુ તાજેતરમાં રાજ્ય સરકારે આવા પ્રીમિયમના દરોમાં સુધારો કરવાનું નક્કી કર્યુ હતું. જેના અનુસંધાને સરકારે આવો સુધારો જાહેર કર્યો છે.

   જે મુજબ, રહેણાંકના હેતુ માટે સરકાર દ્વારા બજાર કિંમત લઈને નવી શરતની જમીન ફાળવી હોય અને (૧) આવી જમીન ૧૫ સુધી પોતાની પાસે રહ્યાં પછી જો કબજાદારે તેવી જમીન વેચવી હોય તો તેવા કિસ્સામાં જમીનની પ્રવર્તમાન બજાર કિંમતમાંથી અગાઉ ભરેલી જમીનની મૂળ બજાર કિંમત બાદ કરાતં જે રકમ બાકી રહે તે તફાવતની રમકના ૫૦ ટકા પ્રીમિયમ લઈને વેચી શકાશે. તેની મંજૂરી સરકાર દ્વારા અપાશે. (૨) આવી જમીન જો કબજાદાર પાસે ૧૫થી ૨૫ વર્ષ સુધી રહી હોય અને તેવી જમીનને બાંધકામ સહિત વેચવી હશે તો હાલની બજાર કિંમતમાંથી ભરેલી મૂળ બજાર કિંમત બાદ કરતાં બાકી રહેતી તફાવતની રકમના ૨૫ ટકા લેખે પ્રીમિયમ લઈને તેને વેચવા માટે સરકાર મંજૂરી આપશે.જમીનની ફાળવણી તારીખથી ૨૫ વર્ષ સુધીનો કબજો રહ્યો હશે તો તેવા કબજાદારને તે જમીન વેચવા માટે કોઈ પ્રિમિયમ ભરવં નહીં પડે.

   એવી જ રીતે મહેસૂલ વિભાગે કોઈ વ્યક્તિને બજાર કિંમત લઈને નવી શરતની કોઈ જમીન ફાળવી હશે અને (૧) તેનો કબજો ૧૫ વર્ષ સુધી રહ્યાં બદા જો તે વ્યક્તિને તેવી જમીનને જો જૂની શરતમાં ફેરવવી હશે તો તે જૂની શરતમાં ફેરવી નહીં શકાય (૨) જો આવી જમીનનો કબજો ૧૫થી ૨૫ વર્ષ સુધી રહ્યો હશે તો તેવા કિસ્સામાં તે જમીનની હાલની બજાર કિંમતમાંથી જે તે વખતે કબજાદારે સરકારમાં ભરેલી બજાર કિંમતને બાદ કરતાં બાકી રહેતી તફાવતની રકમના ૫૦ ટકા પ્રિમિયમ લઈને તેને જૂની શરતમાં ફેરવી શકાશે કે વેચી શકાશે. (૩) જો આવી જમીનનો કબજો ૨૫ વર્ષ સુધી રહ્યો હશે તો અને તેવી જમીનમાં જો કોઈ શરતભંગ થયો નહીં હોય તો તે આપોઆપ જૂની શરત થયેલી ગણાશે.

   છેલ્લા 12 કમિશનરની મેગાસિટીના પ્રોજેક્ટ તૈયાર કરવામાં તેમનો સમય પૂરો થયો. તેમણે બીઆરટીનો પાયો નાંખ્યો હતો. તે પછી આઇ.પી.ગૌતમે આખા તંત્રને શહેરના મેગા પ્રોજેક્ટમાં લગાવી દીધું હતું. કામ કરવાની સ્ટાઇલ તથા ફિલ્ડ વર્ક આઈ.પી. ગૌતમનું અલગ હતું. તેમની વખતે પણ લોકલ ડેપ્યુટી કમિશનરની ટીમ હતી. તેમણે ઘણાં પ્રોજેક્ટ- બીઆરટી, કાંકરિયા પ્રોજેક્ટ, પાઇપલાઇન પ્રોજેક્ટ, રિવરફ્રન્ટને ઝડપથી પૂર્ણ કર્યા હતા. તેમના પછી ડી. થારાએ ગૌતમના અધૂરા પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું કામ કર્યું. તેમની પાસે ફોલોઅપ લેવાની સારી કળા હતી. થારા પછી મુકેશ કુમાર કમિશનર પદે આવ્યા. તેમની ટીમને ઇતિહાસની સૌથી નબળામાં નબળી ટીમ કહેવામાં આવે છે.

   એટલું જ નહિ, બિનઅનુભવી ટીમ પર ભરોસો મૂકીને તેમણે આખા અમદાવાદને ડૂબાડી દીધું તેમ કહીએ તો ખોટું નથી. એક કમિશનર તરીકે નીચેના અધિકારીઓ ઉપર આટલો બધો વિશ્વાસ ઘાતક બની રહે છે. તેમણે ફોલોઅપ લેવાનું કે ફિલ્ડ વર્કમાં જવાનું મુનાસિબ ન માન્યું. અમદાવાદ, અત્યારે ખાડે ગયું છે તે તેમની બદૌલત છે.

Share :
Share :
source: નવગુજરાત સમય.

Leave A Reply

Share :